1.19 - નાજુક નમણું / મહેન્દ્ર જોશી


કણ-કણ જેમાં હું ઓગળિયો
તારી બેઉ હથેળી દરિયો !

નીરખું ઈ તો નાજુક નમણું
જલપરીઓનું દીવા શમણું

દરિયો નખથી નાનો કરિયો
કણ-કણ જેમાં હું ઓગળિયો

ઊંડળ લઈ સંતાઈ જાવું
પળ પાતાળે મોતી થાવું

ઝળાં-હળાં થઈ બહાર નીકળિયો
કણ-કણ જેમાં હું ઓગળિયો

૨૦/૦૨/૨૦૦૫


0 comments


Leave comment