61 - નથી દ્વાર કે દોસ્ત ! મારી દે તાળું / મનોજ ખંડેરિયા


નથી દ્વાર કે દોસ્ત ! મારી દે તાળું
કવિતાતો છલકાતું વરસાદી નાળું

અડો તો સુનેરી ને સૂંઘો તો લીલું
કહ્યું કોણે કાયમ તિમિર હોય કાળું?

હતા તાંતણા સાવ નાજુક વીતકના
પરંતુ ન તૂટી શક્યું કેમે’ જાળું!

સતત ઘંટીના પડમાં ભરડાય સપનાં
છતાં સાવ છે ખાલીખમ એનું થાળું

પછી વાતનો ઢોલિયો ઢાળી ઢળશું
હવે રાત થઈ ગઈ, કરી લઈએ વાળુ


0 comments


Leave comment