51 - કેટલો સુંદર સુકોમળ ચાંદ લાગે / દિનેશ કાનાણી


કેટલો સુંદર સુકોમળ ચાંદ લાગે,
કોઈ તાજાં સ્વપ્નની સોગાદ લાગે !

એ તરફ કાયમ તું હિસ્સેદાર લાગે,
અ તરફ તું કાયમી અપવાદ લાગે.

છે ઘણાં આબાદ યારો ! આ પળે પણ,
પળ પછીના પળ મહીં બરબાદ લાગે.

ખૂબ ઊંડા હોય ચિંતન ને મનન તો,
આ ગઝલ પણ નવ્ય નૂતન વાદ લાગે.

લાગણીનું નામ લઈ બેઠાં રહ્યાં ને,
મીણ જેવા માણસો પોલાદ લાગે !


0 comments


Leave comment