52 - કોક અંદર અવતરે છે ક્યાંક તો / દિનેશ કાનાણી
કોક અંદર અવતરે છે ક્યાંક તો
કોક જીવે ને મરે છે ક્યાંક તો
કોક હૂંફાળા સમીપે આવતાં
કોક થર થર થર ડરે છે ક્યાંક તો
કોક હસતાં ગીત ગાતાં મોજથી
કોક ડૂસકાંઓ ભરે છે ક્યાંક તો
કોક છુપાવે હૃદયની વાતને
કોક તન મન ધન ધરે છે ક્યાંક તો
કોક ભીતર વિસ્તરે છે કાયમી
કોક ખીલી ને ખરે છે ક્યાંક તો
કોક ઊંચા કંથ રેલે રંગમાં
કોક છાના કરગરે છે ક્યાંક તો
કોક મૂંગા સાવ મૂંગા થઈ જતાં
કોક ઝટ વાતો કરે છે ક્યાંક તો
0 comments
Leave comment