54 - સાપસીડી રમત રમતાં હતાં / દિનેશ કાનાણી
સાપસીડી રમત રમતાં હતાં,
એકબીજાથી અમે ડરતાં હતાં !
તારા ફળિયે તું હલાવે ડાળને,
ફૂલ મારા આંગણે ખરતાં હતાં !
હસ્તરેખા સ્થિર રહીને કરગરે !
ચોઘડિયાં રોજના ફરતાં હતાં !
ત્યાં વહેલાસર બધાં આવી ગયા,
શ્વાસ મારા ધીરેથી સરતાં હતાં.
સાવ નજદીક એટલા આવી ગયા,
એકબીજાથી અમે ડરતાં હતાં !!
0 comments
Leave comment