55 - કેટલા છે આળસું આ શ્વાસ મારા / દિનેશ કાનાણી
કેટલા છે આળસું આ શ્વાસ મારા
ચોતરફ ફરતા રહે આભાસ મારા
જીવવાનું બળ મળે છે એટલે તો
સાચવું છું જીવ જેમ વિશ્વાસ મારા
રોજ આપે છે તરોતાજા જખમ એ
ને કહે છે : બસ તમે છો ખાસ મારા
નિત્ય રહે છે પાનખરની જેમ ખરતા
આ હૃદયમાં હોય જે ઉલ્લાસ મારા
ફૂલ ઝાકળ આંસુ વાદળ વૃક્ષ ઝરણાં
આ બધાં છે કાયમી કૅન્વાસ મારા
0 comments
Leave comment