57 - એક તાલે ચાલે જિંદગી, જાણે પરેડમાં / મનોજ ખંડેરિયા
એક તાલે ચાલે જિંદગી, જાણે પરેડમાં
શ્વાસોની આવ-જા થતી એક જ ઘરેડમાં
તલવાર જેવો ક્યાં છે સમય ધારદાર એ,
ખાલી લટકતું માત્ર રહ્યું મ્યાન કેડમાં
આકાશને કહો કે જરા વિસ્તરે વધુ !
ફફડાવે પાંખ વેદના કિરણોની શેડમાં
ઝરમરતી સાંજ આપવી આખો દિવસ તપી
સ્હેલું નથી જ ઊભવું નભની હરેડમાં
પાતાળ – કૂવો આંખનો ખાલી કર્યો અમે,
પાણી ન પ્હોચ્યું પૂરતું સપનાની ખેડમાં
શ્વાસોની આવ-જા થતી એક જ ઘરેડમાં
તલવાર જેવો ક્યાં છે સમય ધારદાર એ,
ખાલી લટકતું માત્ર રહ્યું મ્યાન કેડમાં
આકાશને કહો કે જરા વિસ્તરે વધુ !
ફફડાવે પાંખ વેદના કિરણોની શેડમાં
ઝરમરતી સાંજ આપવી આખો દિવસ તપી
સ્હેલું નથી જ ઊભવું નભની હરેડમાં
પાતાળ – કૂવો આંખનો ખાલી કર્યો અમે,
પાણી ન પ્હોચ્યું પૂરતું સપનાની ખેડમાં
0 comments
Leave comment