62 - જ્યાં કહો ત્યાં આવવા તૈયાર છે / દિનેશ કાનાણી


જ્યાં કહો ત્યાં આવવા તૈયાર છે,
આ સમય પણ કેટલો લાચાર છે !

સાદ પાડું ? ચીસ પાડું ? શું કરું ?
એક ધડકન જેટલો વિસ્તાર છે !

નમ્રતા ને સાદગી રાખી જુઓ,
એ જ સાચા શણગાર છે !

જિંદગીભર ચોતરફ ભટક્યા કરે,
મન બધાનું કાયમી બેકાર છે !

જીવ નામે સાવ સીધો ને સરળ,
આપણાંમાં એક ચોકીદાર છે !

ધ્યાન, તપ ને સાધના તો ઠીક છે;
મન રહે વશમાં તો બેડો પાર છે.

આજનું આજે નહીં પણ કાલ પર,
જીવવાનો એ જ શું આધાર છે ?


0 comments


Leave comment