64 - એ જ થાશે ખાસ મારા / દિનેશ કાનાણી


એ જ થાશે ખાસ મારા
તોડે જે આભાસ મારા

હું ભલેને થાકી જાઉં
દોડશે વિશ્વાસ મારા

ફૂલ થઈને ખીલ્યાં છે જો
આંગણે ઉલ્લાસ મારા

આપ આવો રૂ-બ-રૂ તો
ઝળહળે અજવાસ મારા

ફૂલ ઝરણા પંખી પગરવ
પ્રેરણા ને પ્રાસ મારા


0 comments


Leave comment