66 - પીપળાનાં પાન જેવા શ્વાસ છે / દિનેશ કાનાણી
પીપળાનાં પાન જેવા શ્વાસ છે,
જિંદગીના જર્જરિત આભાસ છે.
શાશ્વતીનો અર્થ એનો એ જ પણ,
આ બળી રહી છે એ કોની લાશ છે !
પત્ર પરથી એટલું સમજાય છે,
એ મનોમન કેટલાં ઉદાસ છે !
પાંખ છે, મન છે, પવન છે, પણ કહો-
ક્યાં હવે કોઈ કને આકાશ છે ?
છે ચરણને ચાલવાના ઓરતા,
ને નયનમાં ધારણાંની ફાંસ છે !
કેટલાં સ્વપ્નોની કત્લેઆમ થઈ
આંખ મારી જીવતો ઇતિહાસ છે !
0 comments
Leave comment