56 - સ્વપ્ન તો રૂની પૂણી સરખા છે / મનોજ ખંડેરિયા


સ્વપ્ન તો રૂની પૂણી સરખા છે
આપણા જીવતર તો ચરખા છે

અક્ષરો જે પડ્યા ન કાગળ પર –
આંગળીમાં બૂઝેલ તણખા છે

ત્યાં ગદાના પ્રહાર શું લાગે ?
વજ્ર જેવાં વખતનાં પડખાં છે

ચાલ કરતાલ લઈ લે કાયમની
આપણે કોઈ ક્યાં અભરખા છે?

ક્યાં ગઝલ આજ તંગ તસતસતી ?
મોર ટાંકેલ ચૂપ કમખા છે !


0 comments


Leave comment