68 - ત્યાં, જતાં ને આવતા બસ ઠેસ વાગે છે / દિનેશ કાનાણી


ત્યાં, જતાં ને આવતા બસ ઠેસ વાગે છે
કોઈને સમજાવતા બસ ઠેસ વાગે છે !

ખૂબ સુંદર છે તમારા સૌ વિચારો પણ,
એમને અપનાવતા બસ ઠેસ વાગે છે !

રંગ રૂપે સર્વમાં છે સામ્યતા તોયે,
કોઈથી સરખાવતા બસ ઠેસ વાગે છે !

ચૂપ રહે, તો ફૂલ જેવા માણસો લાગે;
એમને બોલાવતા બસ ઠેસ વાગે છે.

એટલે તો આમ ગઝલો રોજ લખતો રહું હું,
ઊર્મિને અટકાવતા બસ ઠેસ વાગે છે.

જો સહજતાથી અવાતું હોય તો આવો,
આપને શરમાવતા બસ ઠેસ વાગે છે !


0 comments


Leave comment