73 - રાત દિ’ તરતો ગઝલના રૂપમાં / મનોજ ખંડેરિયા


રાત દિ’ તરતો ગઝલના રૂપમાં
કોનો પડછાયો ગઝલના રૂપમાં

જે શકે ખોલી તે રાજા થઈ શકે,
બંધ દરવાજો ગઝલના રૂપમાં

આંસુની ઝરમર વિષે પલળી ગયો –
શ્રાવણી તડકો ગઝલના રૂપમાં

ગુપ્ત દાટેલો ખજાનો શોધવા –
એક આ નકશો ગઝલના રૂપમાં

હા, હવે પ્હોંચી જવાશે ત્યાં સુધી
આ મળ્યો રસ્તો ગઝલના રૂપમાં


0 comments


Leave comment