49 - ન ધારેલ હો એવું જળ નીકળે / મનોજ ખંડેરિયા
ન ધારેલ હો એવું જળ નીકળે
ભરો ખોબો એમાં વમળ નીકળે
હટાવો જૂના કાટમાળો બધા !
નીચે જીવતી એક પળ નીકળે
ગડીબંધ પ્હેરણ ત્વરિત પ્હેરી લે !
વખત જાતાં એમાં ય સળ નીકળે
વહી ચૂક્યા પાણીનું પરબીડિયું –
હું ખોલું તો નમણું કમળ નીકળે
ધરા શબ્દની માંગ્યું આપી રહે
તમે તીર મારો ને જળ નીકળે
ભરો ખોબો એમાં વમળ નીકળે
હટાવો જૂના કાટમાળો બધા !
નીચે જીવતી એક પળ નીકળે
ગડીબંધ પ્હેરણ ત્વરિત પ્હેરી લે !
વખત જાતાં એમાં ય સળ નીકળે
વહી ચૂક્યા પાણીનું પરબીડિયું –
હું ખોલું તો નમણું કમળ નીકળે
ધરા શબ્દની માંગ્યું આપી રહે
તમે તીર મારો ને જળ નીકળે
0 comments
Leave comment