14 - બરડ-ક્યાંક બરછટ-જરી કૈંક કરડો- / મનોજ ખંડેરિયા
બરડ-ક્યાંક બરછટ-જરી કૈંક કરડો-
અમે લાગણીના ચહેરે ઉઝરડો !
ખુલાં દ્વાર તો વાસી દીધા પછી પણ -
સહન થાય છે એની ક્યાં ઝીણી તરડો ?
સતત આર ખૂંચે છે એની રગેરગ,
હજી લોહીમાં એક ફરતો ભમરડો
અમે કોઈ અજગરની અંદર વસેલાં,
પળેપળ રહ્યો રોજ ગુંગળાવી ભરડો
હતું એક કાગળ નીચે લોહ-ચુંબક,
કલમ એના ખેંચાણે લેતી ચકરડો
અમે લાગણીના ચહેરે ઉઝરડો !
ખુલાં દ્વાર તો વાસી દીધા પછી પણ -
સહન થાય છે એની ક્યાં ઝીણી તરડો ?
સતત આર ખૂંચે છે એની રગેરગ,
હજી લોહીમાં એક ફરતો ભમરડો
અમે કોઈ અજગરની અંદર વસેલાં,
પળેપળ રહ્યો રોજ ગુંગળાવી ભરડો
હતું એક કાગળ નીચે લોહ-ચુંબક,
કલમ એના ખેંચાણે લેતી ચકરડો
0 comments
Leave comment