21 - સકળ બ્રહ્માંડનો છે અંશ ઓછાયો હથેળીમાં / મનોજ ખંડેરિયા
સકળ બ્રહ્માંડનો છે અંશ ઓછાયો હથેળીમાં
પડ્યા છે શુક્ર – બુધ – ને ચંદ્રના પ્હાડો હથેળીમાં
દિવસ સરકી જવામાં વાર નહીં લાગે વધુ મિત્રો !
નહીં સચવાય બહુ લાંબો સમય પારો હથેળીમાં
નથી કાઢી શકાતો કે નથી એ ઓગળી જાતો,
બરાબરનો જ બટક્યો છે કૂણો કાંટો હથેળીમાં
નજૂમી, ઓળખે છે જેને તું આયુષ્ય-રેખા કહી,
અમારે મન રૂપાળો મૃત્યુનો રસ્તો હથેળીમાં
અચાનક આવી ચડશે કોઈ પંખી એ જ આશાએ,
હું તો આંગણમાં બેઠો છું ધરી શબ્દો હથેળીમાં

0 comments
Leave comment