35 - સંકોરી દે શગ હળવેથી / મનોજ ખંડેરિયા
સંકોરી દે શગ હળવેથી
તેજ સભર કર જગ હળવેથી
તારા મૌન વિષે ભીંસાતું
મુક્ત કરી દે ખગ હળવેથી
જાળ બિછાવી છે અર્થોની
મૂક વિચારી ડગ હળવેથી
ફૂલ જરા અડક્યું ત્યાં ખૂલ્યાં
બંધ યુગોનાં દ્રગ હળવેથી
આંસુના સરવરમાં સ્મૃતિઓ
રોજ ઝબોળે પગ હળવેથી
તેજ સભર કર જગ હળવેથી
તારા મૌન વિષે ભીંસાતું
મુક્ત કરી દે ખગ હળવેથી
જાળ બિછાવી છે અર્થોની
મૂક વિચારી ડગ હળવેથી
ફૂલ જરા અડક્યું ત્યાં ખૂલ્યાં
બંધ યુગોનાં દ્રગ હળવેથી
આંસુના સરવરમાં સ્મૃતિઓ
રોજ ઝબોળે પગ હળવેથી
0 comments
Leave comment