5 - કહે તે સ્વીકારું, શરત માત્ર એક જ / મનોજ ખંડેરિયા


કહે તે સ્વીકારું, શરત માત્ર એક જ
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ

ચલો મારી અંદર, ભર્યા લાખ વિશ્વો !
તમે જોયું છે આ જગત માત્ર એક જ

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્ત-પ્રત માત્ર એક જ


1 comments

NareshSolanki

NareshSolanki

Oct 26, 2019 12:58:49 PM

waah

0 Like


Leave comment