30 - વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે / મનોજ ખંડેરિયા


વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઈ લીલા સાદ જેવું લાગે છે

કેમ ફૂલો ભરવસંતે આથમતા?
બાગમાં વિખવાદ જેવું લાગે છે

સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,
માટીમાં ઉન્માદ જેવું લાગે છે

આમ તો ખાલીપણું રડ્યા કરતું,
જે નગારે નાદ જેવું લાગે છે

ભયસૂચક થઈ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે


0 comments


Leave comment