47 - લે, હવે ચોમાસું બારે માસ છે / અંકિત ત્રિવેદી


લે, હવે ચોમાસું બારે માસ છે,
કો'ક એવું આપણામાં ખાસ છે.

શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.

મન ભરીને માણવાનું થાય મન,
એક એવો શોધવાનો શ્વાસ છે.

આપણે ખાલી થવાનું હોય છે,
જિંદગી પણ એક કટકો વાસ છે.

એક પંખી જેમ તું ઊડી ગઈ,
ને અમારા હાથમાં આકાશ છે.


0 comments


Leave comment