48 - ઘણી વાર ક્યાં થાય છે કૈં થવામાં? / અંકિત ત્રિવેદી


ઘણી વાર ક્યાં થાય છે કૈં થવામાં?
સમય સ્થિર રહે છે જવા-આવવામાં.

ઉદાસી નહીંતર તો એને ન લાગે,
તમારા નિ:સાસા ભળ્યા છે હવામાં.

કહો એ સ્થિતિને કયું નામ આપું?
જો ઝરણાં મળે છે હવે ઝાંઝવાંમાં!

તપાસીને જોયું તો માલૂમ પડ્યું કે,
બધા રોગનાં મૂળ નીકળ્યાં દવામાં.

પહેલાં તો આંસુ આ આવેલું એમ જ,
પછીથી બનાવેલું ઘર નેજવાંમાં.


0 comments


Leave comment