49 - ખાસ લાગ્યું એ તને કહેવું હતું / અંકિત ત્રિવેદી


ખાસ લાગ્યું એ તને કહેવું હતું,
દ્ભભીની છત ને કોરુંકટ નેવું હતું.

ઊડવા માટે જ જે બેઠું હતું,
આપણો સંબંધ પારેવું હતું.

જિંદગી આખી ચૂકવવાનું થશે,
શ્વાસનું માથા ઉપર દેવું હતું.

એ જ વાતે સ્વપ્ન મૂંઝાતું રહ્યું,
આંખથી છટકી જવા જેવું હતું.

કાનમાં ફૂલોને ભમરો જે કહે,
તથ્ય મારી વાતનું એવું હતું.


0 comments


Leave comment