50 - રોજ દુર્ઘટના અહીં તાજી મળે / અંકિત ત્રિવેદી


રોજ દુર્ઘટના અહીં તાજી મળે,
દોસ્તોના હાથમાં બાજી મળે.

રોજ જે વિશ્વાસથી ઊગતો રહે,
એ સૂરજની સાંજ અંદાજી મળે.

આ નગરના શ્વાસ જેવી શક્યતા,
હરવખત કારણ વગર સાજી મળે.

જ્યાં તમે જીતી શકો એવું જ હો,
ત્યાં ભરોસાપાત્ર તારાજી મળે.

તુંય ગુસ્સાથી મળે તો ચાલશે,
એ શરત ક્યાં છે કે તું રાજી મળે?


0 comments


Leave comment