52 - ભીડમાં પણ તું મને વરતાઈ શ્વાસોશ્વાસમાં / અંકિત ત્રિવેદી


ભીડમાં પણ તું મને વરતાઈ શ્વાસોશ્વાસમાં,
ભીતરેથી તું ઘણી છલકાઈ શ્વાસોશ્વાસમાં.

જો મળે તો એમ લાગે હું ફરી જીવતો થયો,
કોક એવું જાય છે અથડાઈ શ્વાસોશ્વાસમાં.

આ બધા ચહેરા ઉપરના ભેદ કેમે પામવા?
કેટલા જન્મોજનમની ખાઈ શ્વાસોશ્વાસમાં

માણસોની આ કથા અફવા નથી સચ્ચાઈ છે,
`કેમ છો'ની ભીતરે અંચાઈ શ્વાસોશ્વાસમાં.

તેં મને એમ જ કહેલું, `હું જ તારો શ્વાસ છું,'
એ પછી તું થઈ ગઝલ ફેલાઈ શ્વાસોશ્વાસમાં


0 comments


Leave comment