53 - કેમના કોઠે પડેલા છે ઉધામા? / અંકિત ત્રિવેદી


કેમના કોઠે પડેલા છે ઉધામા?
આપણામાં કો'કના લાગે છે ધામા!

એક ધમધમતા નગરમાં તું પ્રવેશે,
એ પછી આખું નગર ડૂબે દ્વિધામાં.

ટેરવાંમાંથી અચાનક તું ટપકતી,
ટેરવાં પણ ના રહ્યાં મારા કહ્યામાં!

એ લસરકો કઈ રીતે પાડ્યો મને તેં?
ઘાવ દેખાયો મને આંસુ થવામાં.

જો બધે ઝાકળનો લીલો મોલ છે,
મેં લખેલું નામ દરિયાની જગામાં.


0 comments


Leave comment