54 - અવાજો વગરના બજારો ગણી લે / અંકિત ત્રિવેદી


અવાજો વગરના બજારો ગણી લે,
મને સાંજે પડતી સવારો ગણી લે.

પછી એક ઇચ્છાનું પેદા થવું ને,
પછી વેદનાનો વધારો ગણી લે.

પહોંચાય રસ્તા વગર જે જગાએ,
મને એવા રસ્તે જનારો ગણી લે.

સમયની નદી જ્યાં સુકાઈ ગઈ છે,
સતત રોજ વહેતો કિનારો ગણી લે.

હતી બંધ આંખો ને આવ્યા ફરીથી,
ફરી દશ્ય ખૂટવાનો વારો ગણી લે.


0 comments


Leave comment