56 - એ નથી હોતા કોઈ આકારમાં / અંકિત ત્રિવેદી


એ નથી હોતા કોઈ આકારમાં,
હોય છે તો હોય છે અણસારમાં.

કાલ માટે થોડું બાકી રાખજો,
ના વિચારો આટલું અત્યારમાં.

વાત અંદરની તો જાણે છે બધા,
તોય રહેવાનું ગમે છે ભારમાં.

એકલો ઊગે નહીં તો શું કરે?
આ સૂરજને કૈં નથી ઘરબારમાં.

કાયમી વસવાટ છે મારું સ્મરણ,
લો, પધારો આપના દરબારમાં.


0 comments


Leave comment