57 - વાત મારી વિસ્તરી છે ત્યારથી / અંકિત ત્રિવેદી


વાત મારી વિસ્તરી છે ત્યારથી,.
શ્વાસમાં એને ભરી છે ત્યારથી.

તું મને ભગવાનમાં દેખાય છે,
પ્રાર્થના તારી કરી છે ત્યારથી.

ગાજતું આકાશ ના વરસ્યું કદી,
હા, તમારી ખાતરી છે ત્યારથી.

સ્મિતની સાથે મને પણ લઈ ગયા,
આંખ તારા પર ઠરી છે ત્યારથી.

વારતાની જેમ તું ઊડી ગઈ,
મારે મન તું પણ પરી છે ત્યારથી.


0 comments


Leave comment