9 - સીમનું મન / રાવજી પટેલ
આવ્યો હજી પલ નથી થઈ એક, ત્યાં તો
આ સીમનું કલકલ્યું મન વિસ્તરેલું,
ભેગું થતું અવ કશે... મુજને થતું કે
મારી જ જેમ હમણાં કંઈ બોલશે એ !
મેં ડોલતાં કણરાલાં પર કાન માંડ્યા
પંખી સમા ત્યહીંય બેઉ રમે મજેથી !
લીલાશમાં સરકતી પકડી હવાને
ચૂમી લઈ, કલકલાટ બધોય ચાખ્યો !
ને હું હવે નગરને પથ સંચરુ ત્યાં
આખીય સીમ મુજને વળગી રહી છે !
0 comments
Leave comment