11 - પત્નીનો નિદ્રાસ્પર્શ / રાવજી પટેલ


ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્યા સારસટહુકા.
નભનીલાં ડૂંડાંના ભરચક ભાર થકી
ઝૂકેલા સાંઠા !
એક કોરથી સહેજ સ્વપ્નથી ચાખું
આખું સાકરની કટકી-શું ખેતર
જીભ ઉપર સળવળતું.
આ પાથી વંટોળ સૂરજનો
તે પાથી વાયુનાં પંખી
હભળક કરતાં આવ્યાં....
ત્યાં
મારી પાસે વેરણછેરણ ઊંધ ઓઢીને ઘોરે
શાંતિ રણ જેવી લંબાઈ પડેલી....


0 comments


Leave comment