86 - સદીઓ પૂર્વે ખોયો છે એ પારસ શોધવા માટે / મનોજ ખંડેરિયા


સદીઓ પૂર્વે ખોયો છે એ પારસ શોધવા માટે
નગરની ભીડમાં નીકળ્યો છું માણસ શોધવા માટે

તડપતું વ્યક્ત થાવા આંગળીમાં મૂર્તિનું કલ્પન,
સતત વીતી રહ્યાં છે વર્ષ આરસ શોધવા માટે

અચાનક ગાઢ અંધારું મને ઘેરી વળ્યું નરદમ,
હું ફાંફાં મારું મારા ઘરમાં ફાનસ શોધવા માટે

જીવંત કાગળનું અજવાળું તો મઘમઘ મ્હેકથી પ્રસરે,
નથી એને જવું પડતું સિફારસ શોધવા માટે

મળ્યું’તું એક વેળા ઉપનિષદના પૃષ્ઠ વચ્ચે,
હું જન્મું એ જ બસ તરફડતું સારસ શોધવા માટે


0 comments


Leave comment