97 - પરમ પદારથ પાયા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


પરમ પદારથ પાયા
મેરે સાંઈને
પરમ પદારથ પાયા રે હો જી.

જોગી જતિને જુગતસે પાયા;
લખમેં અલખ મિલાયા રે હો જી;
ધૂળકી ઢેરમેં જ્યોતિ જલાઈ,
કંચન હો ગઈ કાયા.
મેરે સાંઈને
પરમ પદારથ પાયા રે હો જી.

નામ રૂપમેં ડૂબ ગયે ઉન્હેં
નામ રૂપને તરાયા રે હો જી;
મૂરતમેં જેસી સૂરત ડૂબી
સૂરત હો ગઈ સાંયા.
મેરે સાંઈને
પરમ પદારથ પાયા રે હો જી.

હાથ જોડ કર બેઠ ગયે ઉન્હેં
હાથમમેં અમરત આયા રે હો જી;
ચલત રહે સોહી ચલતે ચલતે
હો ગયે અચલ અજાયા.
મેરે સાંઈને
પરમ પદારથ પાયા રે હો જી.

આંખ રહે આતુર અરુ અંતર
એક ધડન ધડકાયા રે હો જી;
સરોદ, ઉનકે અંતરતલમેં
આ ગયે રણુજાકે રાયા.-
મેરે સાંઈને
પરમ પદારથ પાયા રે હો જી.


0 comments


Leave comment