72 - કૈં એ રીતે સરે છે સમય તારા ખ્વાબમાં / મનોજ ખંડેરિયા
કૈં એ રીતે સરે છે સમય તારા ખ્વાબમાં
ટુકડો બરફનો જે રીતે પીગળે શરાબમાં
બેચાર સ્વપ્ન મૂકવા માગું છું હું ય પણ
ખાલી જગા જો હોય જરા ફૂલછાબમાં
એક પાગલે જે ખોલી રહસ્યો ખુલ્લાં કર્યા
કોરાં બધાં જ પૃષ્ઠ હતાં એ કિતાબમાં
ઉદ્યાનમાં એ હાથના કુરચા ઊડી ગયા
એક જીવતી સુરંગ મૂકી’તી ગુલાબમાં
થોડીક ઓસ, થોડાં કિરણ, થોડી થોડી મ્હેક,
ધાર્યું’તું શું ને નીકળ્યું શું શું નકાબમાં !
ટુકડો બરફનો જે રીતે પીગળે શરાબમાં
બેચાર સ્વપ્ન મૂકવા માગું છું હું ય પણ
ખાલી જગા જો હોય જરા ફૂલછાબમાં
એક પાગલે જે ખોલી રહસ્યો ખુલ્લાં કર્યા
કોરાં બધાં જ પૃષ્ઠ હતાં એ કિતાબમાં
ઉદ્યાનમાં એ હાથના કુરચા ઊડી ગયા
એક જીવતી સુરંગ મૂકી’તી ગુલાબમાં
થોડીક ઓસ, થોડાં કિરણ, થોડી થોડી મ્હેક,
ધાર્યું’તું શું ને નીકળ્યું શું શું નકાબમાં !
0 comments
Leave comment