99 - સોહી પુરુષ અવધૂતા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
જેને ઠગે નહીં જગદૂતા રે
ભાઈ, સોહી પુરુષ અવધૂતા.
કરમવિમોચન લકડી હે કરમાં,
કટે ન કળિકા કુત્તા;
કર જોડીને રહે દૂર સહુ
વશ વરતી જમદૂતા રે. -
ભાઈ, સોહી પુરુષ અવધૂતા.
એક સત્યકા સાધક હે વોહી,
અવર બાત અનરૂતા;
અહોરત ખાલિકસે ખેલે
પરમાનંદકા પૂતા રે. -
ભાઈ, સોહી પુરુષ અવધૂતા.
જાગ્રત કહો તો જાગ્રત હે સો,
સૂતા કહે તો સૂતા;
કહે સરોદ, સબ કુછ કરતા ઓર
કરે ન કુછ અદભુતા રે. -
ભાઈ, સોહી પુરુષ અવધૂતા.
0 comments
Leave comment