20 - રસોઈઘરનાંથોડાંકાવ્યો / રમેશ આચાર્ય


તાવડી-લોઢી

વીસમી સદીના સાહિત્યકારોની
નમ્ર અને સહનશીલ પત્નીની જેમ
તાવડી-લોઢી ચૂલા પર.
ગરમ થાય તો ક્યારેક દાંત કાઢે,
તેના પર પાણીનું ટીપું ઊડીને પડે
તો છમ્મકારો કરી છણકો કરી લે.

સાણસી

જુવાન હતી ત્યારે દેરાણી પર હતી
જબરી પક્કડ,
વૃદ્ધ છે હવે,
પુત્રવધુ પર પક્કડ જમાવવા પ્રયત્નશીલ.
ભલે તે ન સ્વીકારે
પણ પક્કડ થઈ છે ઢીલી


ચીપિયો

જુવાન માણસના હાથ જેવો શરૂઆતમાં
હવે વૃદ્ધ માણસનો હાથ
કંઇ પકડે પકડે અને પક્ક્ડ ઢીલી પડી જાય.

તાવેથો

મારા મિત્રે ઈચ્છયું
પાલી બદલુ વિષે જાણવા-સમજવા,
મેં તેને રોટલી ફેરવતો
તાવે થોબતાવી દીધો.

પાટલી

જીભ પર તેનો ગજબનો સંયમ.
રોટલી-ભાખરી-પૂરી કે પૂરણપોળી
ગમે તે તૈયાર તે કરે
પણખાવા માટે
જરા પણ ન લલચાય.

વેલણ

વેલણ કાં તો કરેડાયેટિંગ,
કાંકરેયોગ,
દૂર રાખવા કાયમ ચરબીને
અને રહેવા સ્કૂર્તિવાન અને ગતિશીલ.

કથરોટ

મારાં દાદીમાએ તેમાં લોટ નાખી
રોટલા કે રોટલીનો લોટ બાંધ્યો,
મારા નાનીએ તેમાં લોટ નાખી
રોટલાકેરોટલીનોલોટબાંધ્યો,
મારી માએ પણ તે રાખ્યું ચાલુ,
મારી પત્નીએ પણ.
ફક્ત ક્યારેક મારી પત્ની એટલું બોલે :
દરિયો ભરાય-છલકાય પણ
આ કથરોટ ન ભરાય-છલકાય.


ચમચી

ખાટી છાશની તપેલીમાં ફેરવો
મોઢું ન બગાડે,
અથાણાની ગળી કેરીની બરણીમાં ફેરવી
તો ખુશ ન થાય.
મસાલાની બરણીમાં ફેરવો
તો સીસકારા ન બોલાવે.
ચમચીએ જીભના સ્વાદ તજી દીધા હશે ?


0 comments


Leave comment