22 - ઊભરો / રમેશ આચાર્ય


વર્ષોથી મારી એક સમસ્યા
અથવા મારી પીડા !
લાકડાં સૂકા હોય,
ચારે દિશાનો પવન હોય,
આગ બરાબર ચાંપી હોય,
એમ બધી શરતો પૂરી થતી હોય
તો પણ
મારા પાણીને ઊભરો કેમ આવતો નથી.
લાકડા બદલું ?
પલિતામાં ફેરફાર કરું?
પવન એક જ દિશાનો થાય તેની રાહ જોઉં?
પાણી બદલું ?
પણ બદલીબદલીને ક્યું પાણી બદલું ?
અહીં બધા જ પાણી
માટે એક જ છે સરવાણી.


0 comments


Leave comment