23 - ભાવકનો શાપ / રમેશ આચાર્ય


કવિઓની દયા ન ખવાય,
એ લોકો તો દાઢી માગે છે
જિંદગીભર યાદ રહી જાય એ વીશિક્ષાને.
શાંતિથી પ્રભુજીનો થાળ,
આરતી કે ભજન રચતા નથી,
નથી રચતો મજાનાં પ્રભાતિયાં.
હજી તાજમહાલના સર્જકની
નિંદા કરે છે આકરી,
દયા ખાય છે જેસ્ત્રીઓ અંતઃપુરમાં
પ્રધાનોની કરે છે ચાકરી.
એક ભાવક તરીકે
તેમને આપું છું હું શાપ.
ગીત રચતી વખતે
લયમાં તેઓ ભૂલા પડશે,
સોનેટ રચતી વખતે
યતિની તેમ ને ઠેસ આવશે,
ગઝલ રચતી વખતે,
નિર્ણાયક પળે, કર્ણની જેમ,
છંદનું બંધારણ તેઓ ભૂલી જશે.0 comments


Leave comment