24 - ઊડી ગયેલો બલ્બ / રમેશ આચાર્ય


હોલ્ડરમાં
ઇલેક્ટ્રિક બલ્બ છે,
પણઊડી ગયેલો.
અજવાળું પાથરતો નથી,
શિયાળામાં નથી થરથરતો;
ઉનાળે કે ચોમાસે
પરસેવાથી કે પલળવાથી
નથી ડરતો.
પરિવારની રજેરજ નિહાળે,
તેની કેટલીક રજ
પોતાના પર ખરતી ખાળે.
ઘરના ઉપેક્ષિત વૃદ્ધ જેમ
તેની જગ્યા ખાલી કરતો નથી
કે પોતાની હયાતીની નોંધ
લેવરાવવી જતી કરતો નથી.0 comments


Leave comment