26 - બ્રેક / રમેશ આચાર્ય


વાંચે છે બધાં.
ઘરની ગૃહિણી ગાયત્રી-દર્શન વાંચે,
વાંચતા વાંચતા વચ્ચે બ્રેક પાડે.
ફળીની વંડી પરના ફંડામાં
પક્ષીઓ માટે પાણીભરે.
પુત્ર વાણિજ્ય વિષયનું સામયિક વાંચે,
વાંચતા વાંચતા વચ્ચેબ્રેક પાડે.
તેનાશેર-બ્રોકરનેમોબાઈલકરી
તેના શેર વિષે કંઈક સૂચના આપે.
પૌત્ર બાળ-સામયિક વાંચે,
વાંચતા વાંચતા વચ્ચે બ્રેક પાડે.
ટી.વી.ની ડિસ્કવરી ચેનલ ચાલુ કરે.
હું સાહિત્યનું સામયિક વાંચું,
વાંચતા વાંચતા વચ્ચે બ્રેક પાડું.
મોટા કૂતરાએ ચૂંથી નાખેલા
મારી શેરીના ગલૂડિયાની
સારવાર કરું.0 comments


Leave comment