27 - કપાસી / રમેશ આચાર્ય


હમણાંથી પગમાં કપાસીની પીડા
શરૂ થઇ છે.
કપાસી છે તો કપાળે લાગેલા ચાંદલા જેવડી
પણ તેની પીડા ઘણી.
શરૂઆતમાં મેં પગની આ કપાસી પ્રત્યે
ધ્યાન નહીં આપેલું.
મારા મનમાં એમ કે અમસ્તી પણ
ઘણી પીડા છે,
આ એક પીડા વધારે.
કપાસીની પીડા તો ગૌણ ગણાય.
પણ ગૌણ પીડા જ હવે
મુખ્ય પીડા થઈ ગઈ.
એ તો રાજકુમારીની જેમ
દિવસે ન વધે એટલી રીતે વધે,
રાતે ન વધે એટલી દિવસે વધે.
કપાસી ખોતરી કાઢું
પણ રાઈના દાણા જેવડું તેનું બી રહી જાય.
કપાસીની પીડા ભોગવતો
લંગડાતો ચાલુ,
અને એમ યાદ રહે મારા પગમાં હજી છે,
એક કપાસી હજી મોજૂદ છે.0 comments


Leave comment