4 - અચાનક ઘૂળમાંથી જે રીતે સિક્કો મળી આવે / મનોજ ખંડેરિયા
અચાનક ઘૂળમાંથી જે રીતે સિક્કો મળી આવે
અજાણી શેરીમાં એમ જ મને સ્મરણો મળી આવે
હથેળીમાં લખી એક નામ; મુઠ્ઠી બંધ કર હળવે
પછી ખોલી જરા જો તો કૂણો તડકો મળી આવે
કરો પ્હેલાં જરા મંથનની પ્રક્રિયા તો સંભવ છે-
ધુમાડાઓ ને ધુમ્મ્સમાંથી પણ રત્નો મળી આવે
પડ્યું છે એક શબ બરફપેટી માં વરસોથી
હું ખોલી જયારે જયારે જોઉં તો તણખો મળી આવે
અહીં નવધણ- કૂવાની જેટલાં ઊંડાં છે માનવ- મન
પરંતુ સાદ દો તો ક્યાંક પડધો મળી આવે

0 comments
Leave comment