2.17 - હો વિરુદ્ધ / મહેન્દ્ર જોશી


શું કરો ? મન ધારણાની હો વિરુદ્ધ
બિંબ ખુદનું આયનાની હો વિરુદ્ધ

એક ઘરને જેટલાં છે બારણાં
એકબીજાં ખૂલવાની હો વિરુદ્ધ

જો મિનારા આ રીતે રોશન થશે
સૂર્ય કાલે ઊગવાની હો વિરુદ્ધ

જો બને તો તારવી લે આંખને
દૃશ્યનાં પોકળપણાની હો વિરુદ્ધ

જીવવું એ જો ગુનો છે, તે ગુનો !
શ્વાસ લઉં છું એ સજાની હો વિરુદ્ધ

કઈ રીતે મોકળા મનથી રડું ?
એક ખોલો જે ખભાની હો વિરુદ્ધ

૧૨/૦૭/૨૦૦૭


0 comments


Leave comment