2.19 - વધાઈ હો / મહેન્દ્ર જોશી


બીજ અભરે ભરી વધાઈ હો
શુક્રની રાજ ખરી વધાઈ હો

લઈ ધજા ફરફર્યો પવન ત્યાં
એક પળ સંચરી વધાઈ હો

ના નગારાં ન ઝાલરી બજી
જ્યોત ઈક અવતરી વધાઈ હો

કોઈ ચાદર સજી બેઠું, તો કોઈ
પંડ્યને પાથરી વધાઈ હો

માત્ર છત માંગતાં મળી તને
ઘર સાથે ઓસરી વધાઈ હો

શ્વાસ તો ‘હું’ નો જપ જપ્યા કરે
ત્યાં બજી ખંજરી વધાઈ હો

એક લેખણ કહે કે શું લખું ?
સરસતી સાંભરી વધાઈ હો

૧૪/૦૪/૨૦૦૩


0 comments


Leave comment