2.21 - દેખું છું / મહેન્દ્ર જોશી


ઊંઘમાં એક અમીર દેખું છું
જ્યારે મારું શરીર દેખું છું

ઊંટ ઘોડા સિપાહી સૂતા છે
વ્યગ્ર મનનો વજીર દેખું છું

હાથ ઠાલાં પડ્યાં કમાન પર
એક છૂટેલ તીર દેખું છું

લોક પાછું ગુલાબ લઈ છોડ્યું
કંટકોનું ખમીર દેખું છું

એક ચાદર વણાય શબ્દોની
સાળ સામે કબીર દેખું છું

એક તારી જ વાત માની મેં
પથ્થરોમાં ય પીર દેખું છું

૩૦/૦૨/૨૦૦૫


0 comments


Leave comment