2.23 - સોનેરી વરખ / મહેન્દ્ર જોશી
પંડ્યના ઉતાર સોનેરી વરખ
તે પછી આ પટ ઉપર તું નામ લખ
તેં કહ્યું કે જૂઠનું છે ઝાડ આ
કર નહીં ફળની પછી ઝાઝી પરખ
વીંછીઓના, ક્યાંક મધમાખીઓના
હોય સહુને પોતપોતાનાં જ દખ
કોઈ તો અળગી કરો અમૃત-લતા
ત્યાં જુઓ ટોઈ રહ્યું છે કોઈ વખ
આંખના તળિયે બીજું તો શું મળે ?
સ્વપ્નના બે-પાંચ છે રંગીન જખ
દે વહાવી એને ઊંડા જળ મહીં
મત્સ્યરૂપે અવતર્યા છે બેઉ ચખ
દે મને તું આટલી બસ પાત્રતા
એક પળમાં ઊઘડે આખું અલખ
૦૨/૦૫/૨૦૦૨
0 comments
Leave comment