2.24 - છાપી શકે તો છાપ / મહેન્દ્ર જોશી
પીડાના પાંચ અક્ષરો છાપી શકે તો છાપ
આ તો બરફની આગ છે તાપી શકે તો તાપ
કીડી ઉપર કટક બને એમાં નવાઈ શી ?
દાણો અગર તું રાઈનો આપી શકે તો આપ
ખૂંટી સ્વયં, ધરી સ્વયં, રજ્જુ ય તું સ્વયં
તારે સવાલ ક્યાં કશો વ્યાપી શકે તો વ્યાપ
ખાબોચિયાં તો આંખનાં હમણાં ઊડી જશે
તળમાં જે તગતગે હજી માપી શકે તો માપ
જે આપણી વચ્ચે રહી વકરી વિકટ થયો
અવકાશ ઊંડી ખાઈનો કાપી શકે તો કાપ
૩૧/૦૩/૨૦૦૭
0 comments
Leave comment