2.25 - ઉચ્ચારો છે / મહેન્દ્ર જોશી


અગડમ બગડમ ઉચ્ચારો છે
ભૈ, આ કોના ઉદગારો છે

કોણ કહે છે કોણ સૂણે છે
હા-હા હો-હો દેકારો છે

*એ ઊભો ત્યાં નીચી મૂંડી
મારો ઈશ્વર બિચ્ચારો છે

સાચું કહી દે શું વાવ્યું છે ?
કોના ધડનો આ ક્યારો છે ?

લાશ ઉપર જઈને બેસે છે
એક પતંગું સધિયારો છે

માના સ્તન જેવા આ ઘરમાં
શાને અમથો કજિયારો છે

વાદળ માટે શું ઝગડો છો ?
જળમાં જેનો મઝિયારો છે

હું યે કવિ છું – હું યે કવિ છું !
માથે ખડનો મણ ભારો છે !

* સ્મરણ : મનહર મોદી
૧૬/૦૬/૨૦૦૫


0 comments


Leave comment