2.26 - બોલે છે / મહેન્દ્ર જોશી


બહુ અઘરું અઘરું બોલે છે
થડ ભાષાનું કરકોલે છે

શબ્દોને કચકચ કોચે છે
કોઈ લક્કડ પંખી ઠોલે છે

શીત સમાધિમાં જઈ બેસે
મનની આંખો ક્યાં ખોલે છે

ધ્વજ પતાકા કીર્તિ – ચંદ્રક
જય હો કે મસ્તક ડોલે છે

હસતો રમતો જાંને – જિગર
દિલનાં દ્વારો ક્યાં ખોલે છે ?

રક્ત મીમાંસા કર નહીં ઝાઝી
નિસબત રાખી સહુ બોલે છે

૧૭/૦૬/૨૦૦૫


0 comments


Leave comment