2.27 - તું / મહેન્દ્ર જોશી


આ તરફ હું, ઓ તરફ છે માત્ર તું
આ પરિસ્થિતિમાં બીજું થાય શું ?

છાવરું છેકું છેદું આ શબ્દને –
‘ભક્તિનું ઊગી જતું ત્યાં પુચ્છ ‘નું’

જ્યાં સ્વયં વાચસ્પતિ જે ઉચ્ચરે
ત્યાં હરફ તો શું થતું ના ઉં કે ચૂં

આ સમયનો સાપ તો સરકી જશે
સંભળાશે હર લિસોટે રોજ ‘ફૂં’

બાણશય્યા પર સુવાડી ક્યાં ગયો
સહેજ તો દે ઊંહકાર જેવું ઊં

ચોતરફથી કોઈએ ઘેરી લીધો
ઠૂંઠવાતો એકલો ઊભો છે ઠૂં

રેતના અક્ષર કહી તું ભૂંસ નહિ
હું અને છુંની વચાળે નિત્ય તું

૨૪/૦૪/૨૦૦૪


0 comments


Leave comment