73 - આ તરફ ને એ તરફ બસ બૂમ પાડો / દિનેશ કાનાણી


આ તરફ ને એ તરફ બસ બૂમ પાડો
આવશે પાછી પરત બસ બૂમ પાડો

સાથ ને સંગાથ ગમતા હો ભલે પણ
વાત ખૂટે કે તરત બસ બૂમ પાડો

આમ તો ટહુકા જ ગમતા હોય સૌને
પણ પહેલી છે શરત બસ બૂમ પાડો

અર્થ એના ક્યાં કરે છે કોઈ સાચા
છોડી શબ્દની મમત બસ બૂમ પાડો

ફાવશું કે ડૂબશું એ કોણ જાણે
ભાગ્યની છે આ રમત બસ બૂમ પાડો


0 comments


Leave comment